સર્વજ્ઞાતિય "વિવાહ સંસ્કાર" સમૂહલગ્ન મહોત્સવ - ૨૦૨૫

 0
સર્વજ્ઞાતિય "વિવાહ સંસ્કાર" સમૂહલગ્ન મહોત્સવ - ૨૦૨૫
1 / 1

1. સર્વજ્ઞાતિય "વિવાહ સંસ્કાર" સમૂહલગ્ન મહોત્સવ - ૨૦૨૫

        "પ્રો.વસુબેન ત્રિવેદી (પૂર્વ મંત્રીશ્રી ગુજરાત રાજ્ય) અને
શાસ્ત્રીશ્રી રમેશભાઈ દીક્ષિત તથા  શ્રી રાજુભાઈ ડાભી (જિલ્લા ઉપાધ્યક્ષશ્રી)" ઊના અને શ્રી રાજનભાઈ જાની(તપોવન ફાઉન્ડેશન-જામનગર)નાં          
        માર્ગદર્શન હેઠળ તમામ સર્વે જ્ઞાતિઓને જાણ કરવામાં આવે છે કે, માતા-પિતા વિહોણી અથવા માતા કે પિતાની છત્રછાયા ગુમાવેલ સર્વ હિન્દુ સમાજની દીકરીઓ માટે એક આશાસ્પદ નિર્ણય કે જે શાસ્ત્રોક્ત વિધિ દ્વારા મોંઘવારીના સમયમાં ક્ષમતા પ્રમાણે નિઃશુલ્ક સર્વજ્ઞાતિય "વિવાહ સંસ્કાર" સમૂહલગ્ન નું આયોજન લક્ષ્ય ફાઉન્ડેશન સંસ્થા દ્વારા ઊના(ગુજરાત) નાં પટાંગણમાં સૌ પ્રથમવાર તા.૧૭/૦૫/૨૦૨૫, શનિવાર નાં રોજ સરકારશ્રીનાં વર્તમાન નિયમોનુસાર તા.ઊના, જી.ગીર સોમનાથ ખાતે આયોજન કરવામાં આવેલ છે.તેથી સર્વ હિન્દુ જ્ઞાતિય માતા-પિતા વિહોણી અથવા માતા કે પિતાની છત્રછાયા ગુમાવનાર દીકરીઓનાં પરિવારને પ્રાધાન્ય આપી આ ભગીરથ કાર્યમાં લાભ લેવા ઈચ્છી રહ્યા છે તો તેઓએ નીચે દર્શાવેલ સંપર્કો પર સંપર્ક કરી પોતાનું નામ અને જરૂરી વિગતો નિયત નમૂનાનું ફોર્મ ભરી તા.૧૦/૦૩/૨૦૨૫ સુધીમાં સંસ્થા સમક્ષ રજૂ કરવાના રહેશે અને આ રજુ થયેલ ફોર્મ અંગેની સંપૂર્ણ ચકાસણી સંસ્થા દ્વારા કરવામાં આવશે.  

આ સેવા યજ્ઞ માં જે કોઇ જ્ઞાતીજન આહુતીરુપે આર્થિક અથવા કોઈ ચીજ-વસ્તુઓથી સહકાર આપવા ઇચ્છુક હોય તેવા દાતાશ્રીઓ યોગદાન માટે નીચે આપેલ નંબર પર સંપર્ક કરી શકે છે અને આ યોગદાન આપનાર દાતાશ્રીઓ નું નામ આમંત્રણ પત્રિકામાં ફોટા સાથે આપવામાં આવશે. 

સંપકઁ:- 
શ્રી ધ્રુવ રમેશભાઇ દીક્ષિત-94263 30531
શ્રી ચંદ્રેશભાઇ જોશી (રાધે)-99241 04917
શ્રી અશ્વિન રાજુભાઈ ડાભી- 99982 62400
શ્રી નીલું બોરક્ષત્રીયા-82007 58761
શ્રી અનિલ રાઠોડ -76986 16111
શ્રી મુકેશભાઈ દવે-99982 62400
શ્રી ચિરાગ દિક્ષીત - 82002 85822
શ્રી નેહલબેન જોષી-97263 11494
શ્રી મીતાબેન દવે-92657 76128

નોંધ:-
૧.) નિ:શુલ્ક સમૂહલગ્નમાં લાભ લેવા ઇચ્છિત માતા - પિતા વિહોણી અથવા માતા કે પિતાની છત્રછાયા ગુમાવનાર દીકરીઓને પ્રાધાન્ય આપી મર્યાદિત સંખ્યા રાખવાની થતી હોવાથી વહેલા તે પહેલા નાં ધોરણે સંસ્થાના ધારાધોરણો મુજબ રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.
૨.) પોતાના ધંધા રોજગારની જાહેરાત છપાનાર કંકોત્રીમાં અથવા મહોત્સવ નાં દિવસે બેનર લગાવવા આપવા ઈચ્છુક વેપારીઓ આવકાર્ય છે.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow